Archive for July, 2012

રાઇઝ ઓફ અર્થ-સુમન અજ્મેરી

                       
Picture courtsey : NASA- USA

પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં ડો કમલેશ લુલ્લાએ નાસાનું અલૌકિક ચિત્ર ભેટ આપ્યુ ત્યારે તે ચિત્ર જોઇ ત્યાં હાજર રહેલ પ્રો. સુમન અજ્મેરીને સ્ફુરેલી અછંદાસ કૃતિ અત્રે રજુ થાય છે

સનરાઇઝ
એટલે કે સૂર્યોદયને
સૂર્યનાં ઉદયને
નાણ્યો અને માણ્યો હશે
અનેક્ધા જીવનમાં, આપે.
આયોજનબધ્ધ રીતે
વા અણધાર્યો અનેક વાર
વાદળ છાયા રંગોની
છટામાંથી રતુમડી ઝાંય ધરી
નીલ, ભૂરી ને પીતવરણી Continue Reading »

No Comments »

ગગનભેદ- પ્રદીપ બ્રહ્મભટ્ટ

                           ગગનભેદ

તાઃ૯/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
. ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++
. .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

No Comments »

પૃથ્વી વતન કહેવાય છે….દેવિકા રાહુલ ધ્રુવ

છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************

આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?

અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.

પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,

જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.

હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,

ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,

આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,

આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.                                 પૃથ્વી વતન કે’વાય છે…..

No Comments »

આભમાં અવનવુ -પ્રવિણા કડકિયા

આભમાં અવનવુ

સૂ્રજ સાત ઘોડે સવાર

ચંદ્રની નિતરતી ચાંદની

કદી વિચાર્યું આજ ક્યાંથી

પૃથ્વીના ઉદયની વાત

ધારીને જુઓ આ ચિત્રને

છતી કરે રાઝની વાત

ચંદ્ર પરથી નિરખ્યો ગોળો

જેને ભાળી આનંદ અનેરો

વિરાટ વિશ્વનું નોખું દર્શન

આભને આંગણે પ્રદર્શન

અવનવા નર્તને રિઝવ્યા

No Comments »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.