Archive for the 'Uncategorized' Category

પૃથ્વી મારું વતન -ગિરીશ દેસાઇ

 સર્જનહારે આ સૃષ્ટિમાં સજર્યું

મહા અણમોલુ એક રતન,

નામ એનું કહેવાયું પૃથ્વી ’ને

એજ  છે આ પૃથ્વી મારું વતન.

જયાં શ્વાસ લેવા મળે પ્રાણવાયુ

વળી પીવા પાણી ’ને ખાવા અન્ન

જયાં અનુભવે ઘડાય મન ’ને

બુદ્ધિ એજ  છે  આ પૃથ્વી મારું વતન.

No Comments »

As Earth rose above the Moon- Varsha Shah

 

 

I sense the dawning

of blues, of our blue home,

human yearnings wrapped inside

those clouds, the seas, sheer space––

Even the moon feels the blues tonight,

cold and pale, muddy and perturbed

wanting to reach out

from its bed, for a union with its mate.

~Varsha Shah, Houston, TX

No Comments »

ચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે- ધીરુભાઇ શાહ

ચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે

જંગલોથી, જળથી અને હિમાલયોથી ભરેલી

જાણે તરતી ના હોયે અવકાશી દરિયામાં?

પણ ના કાંઇ એવું

પૃથ્વી સાગરમાં નહી.. સાગરો પૃથ્વી મહીં

(૨)

વૈજ્ઞાનીકો શોધે વરસોથી

જીવ સૃષ્ટિ અવકાશે વસેલા અનેક ગ્રહોમાં

જીવ સૃષ્ટિ તો કેવળ

પૃથ્વી ઉપર જ પ્રકાશે

 

No Comments »

કુદરતની લીલા-પ્રદીપ બ્રહ્મભટ્ટ

     

લીલા અપરંપાર પ્રભુની એ પૃથ્વી પર દેખાય .

ચંન્દ્ર પરથી દ્રષ્ટિ કરતાંજ સાચી વાત સમજાય

અગમનિગમના ભેદ ના જાણે એ માનવી કહેવાય .

નાસાએ બેસી વિશ્વ નિરખે એ જ વૈજ્ઞાનિક કહેવાય.

No Comments »

Our planet Earth!!” Dr. Kamalesh Lulla

Earth Rise—a unique image from Humanity’s first visit tothe Moon

“What did you discover when you went to the Moon?” astronautswere asked.

“We discovered Earth!” came the reply from astronaut BillAnders.

This image is one of the icons of 20th Centuryaccomplishments of NASA’s missions to the Moon. This image changed the mankind forever!It clearly shows that our home, all humanity’s home – this planet Earth is aprecious habitat where life in thriving in the bleakness of space thatsurrounds our Earth. It looks beautiful but very fragile. Moon’s charmingsurface looks lifeless and desolate!

This image is worth hundreds of books on ecology,environment and geology: in one image you get a sense that our earth in anintegrated system of oceans, rivers, air, clouds, mountains and plains. It isall connected- oceans know no boundaries, air currents do not recognize fences andrivers flow at their will. This image captured the imagination of both thescience and literary societies. They began to look at humanity as globalcitizens of this Earth.

It is indeed true for this Earth rise image: A picture isworth thousand words!

 

I believe beloved Neil Armstrong did not go to the Moon alone…

“ giant leap for all mankind”.. he whispered as he stood on the lunar surface!

Neil took all mankind with him.. and In my imagination.. I was there on the Moon!

What did Neil think when saw a small blue planet from very very far..

In my imagination, I can attempt to describe not only his feelings…

but collective “bhavana” of all mankind on seeing our small blue ball…

Oh Moon! You are a magnificent desert.. an enchanting desolation,

An awesome beautiful, lifeless yet intriguing companion to Earth!

From your grey-brown landscape, my Earth looks so fragile, so small,

Its vivid colors and green lands and inviting oceans merged together all!

I discovered the true meaning of  “home” when I reached your land Oh Moon!

My heart says hurry, go home, go home, sweet home, go soon!

My rockets are ready, my mates are eager to return to their place of birth,

It is true “there is no place like home.. our planet Earth!!”

Kamlesh Lulla

અનુવાદ

હું માનુ છૂં કે આપણો પ્રિય નીલ આર્મ્સ્ટ્રોંગ  ચંદ્ર ઉપર એકલા નહોંતા ગયા.

ચંદ્રની ધરતી ઉપર ઉભા રહીને તેઓ બોલ્યા હતાકે માનવજાતનો વિશાળ વિકાસ આતો.

તેઓ (નીલ) તો સમગ્ર માનવને લઇને ગયા ત્યારે મારી કલ્પનામાં હું ચંદ્ર ઉપર જ હતો

તેમણે ચંદ્ર ઉપરથી નિહાળ્યો દુર દુર એ ભુરો ચમકતો ગ્રહ

મારી કલ્પનાઓ મહીં તેમના એકલાની ભાવના જ નહીં

સમગ્ર માનવ જાતની “ભાવનાઓ” એ ભુરા ગ્રહને અનુભવતો રહ્યો

ઓ ચંદ્ર ! તુ તો ચમકતું વેરાન રણ..કે જાપ જપતો અવાવરો ખંડ

અદભૂત સુંદર નિર્જીવ છતા પ્રેરણા આપતો પૃથ્વીનો સહિયર

તારા ભુખરા બદામી તટ પરેથી દેખાય નમણી ધરા બુંદ સમ

આકર્ષે સમગ્ર સમુદ્રો અને લીલુડી ધરતીને સમાવવા પોતા મહી

સમજાયો મને અર્થ “ઘર” નો અહીં જ્યારે હું પહોંચ્યો ચંદ્ર તુજ ધરાએ..

મારું હ્રદય ધબક્યું ત્યારે..જા ઘરે જા મીઠડા ઘરે જલ્દી જા જલ્દી જા

મારા રોકેટ છે તૈયાર..મારા સાથી છે ઉતાવળા જવા તેમની જન્મ ભોમ

હા સત્ય છે ઘર જેવું કંઈ જ નથી..આપણો ગ્રહ પૃથ્વિ..

કમલેશ લુલ્લા

1 Comment »

પૃથ્વીનો ઉદય-સુરેશ બક્ષી

આ પૃથ્વીનો ઉદય છે કે

વૈશ્વિક દુરીઓનો અંત છે

એવું ફલીત થાય છે જાણે

આશિર્વાદ આપતા સંત છે

No Comments »

” પૃથ્વી ઉદય” ડો .ઇંદિરાબેન શાહ

                
               પૃથ્વી પુત્રી પ્રખર સૂર્યની
             સૌથી લાડલી નાજુક નમણી
 
             લીલી સૂકી રંગબેરંગી ન્યારી
             સૌમ્ય શીતળ શશીની બહેની
 
             રશિયા ચીન અમેરીકા હીન્દ
             બાળ એસ્ટ્રોનટ મોસાળે પહોંચી
 
             તુજને અર્પે ભેટ અમૂલ્ય અનોખી
             ભાવિ વિજ્ઞાની બાળ જુવે હરખાઇ
 
             મારા તારા ઝગડા છોડ સમજ
             વસુધેવ કુટુંબકેવ ભાવ મુજ
 
             અખિલ બ્રહમાંડ કુટુંબકેવ ભાવ
             જાગે આજ દેખી ” પૃથ્વી ઉદય”

No Comments »

લીલી હરિયાલી ધરતીમાતા-હેમાબહેન પટેલ

         

  વસુંધરા.

      પૃથ્વી, મા વસુંધરા

    સૂર્ય મંડળમાં શોભી રહી

  એક અનોખુ સ્થાન ભ્રહ્માંડમાં

 જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

ના કોઈ સીમા, ના કોઈ નાત જાત

     ધરતીમાના સંતાન સૌ

     લઈએ આજ એક પ્રણ

  લીલી હરિયાલી ધરતીમાતા

     વિશ્વશાંતિ એક ધ્યેય.

હેમાબહેન પટેલ

No Comments »

ઉદય નિહાળતો મા-પૃથ્વીનો,-વિશ્વદીપ બારડ

પૃથ્વી મા..સંતાન બની માનું
અનોખું રૂપ નિહાળતો ચંદ્ર,
પુલકીત બની હર્ષથી હરખાતો આજ.

ધન્ય છે મા..ધન્ય જન્મ જનેતા,
લાખ લાખ વંદન , સુંદર સ્વરે,
ગાતી લાગે પ્રભાતિયા મોરી મા.

અધુરો ચંદ્ર હું ,
તું સ્નેહની સરવાણી વિના,
તુંજ
પ્રેમ-જ્યોત વિના અધુરી ચાંદની,
સદેવ ઝળહતા દાદા સૂર્ય
હજાર હાથ કિરણો બની,
આશિષ અર્પતા કુટુંબને,
સૌ સંગાથે ઘુમતા બ્રહ્માંડમાં.

ઉદય નિહાળતો મા-પૃથ્વીનો,
ચાંદ-ચાંદની સહ હરખાતો
આજ કેવો લાગે સોહામણો.

વિશ્વદીપ બારડ

No Comments »

આપણું વતન આ ભુરો ગ્રહ-વિજય શાહ

Quantcast

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

એક્વીસમી સદીમાં એક કદમ

આગળ વધ્યું અવકાશ જ્ઞાન

ચંદ્ર પરથી દેખાયો વતનોદય

પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન

અવકાશે અનંત ગ્રહોમાં હવે

આપણું વતન આ ભુરો ગ્રહ

ગોરા કાળા ઘંઉવર્ણા  ને પીળા

સૌનું છે વતન આ ભુરો ગ્રહ

સાથે વિકસીયે ને વિકસાવીયે

આપણું વતન આ ભુરો ગ્રહ

વિજય શાહ

ડો. કમલેશ લુલ્લાનાં સન્માન પ્રસંગે સુઝેલી આ વાત બાવીસમી સદીમાં જરૂર સાચી પડશે. જ્યારે સરહદો ઓગળી જશે અને સરહદોની જાળવણી નાં નામે અબજોમાં ખર્ચાતા રુપીયાઓ જન સમુદાય્નાં ઉત્કર્ષમાં વપરાશે કારણ કે તે સમયે વિશ્વગ્રામ્યનું (global village) નું સ્વપ્ન સાર્થક થશે… સીમાડાઓ ઓગળવા તે સરળ વાત નથી પણ જ્યારે યુરો ની જેમ ( ૧૯ દેશોનું સહિયારુ ચલણ ) સમું સમગ્ર વિશ્વમાં એક ચલણ હોય…બેંકોમાં કેટલાય કન્વર્ઝન કેલ્ક્યુલેટરો બીન જરુરી બની જશે..સરહદો ઓગળતા કેટ્લાય માઇલો જમીનો ઉપજાઉ બનશે. આ કલ્પન ને આગળ વિચારીયે તો દરેક ગામડુ શહેરનું પરુ હશે.. દરેક શહેર વિકસીને તાલુકો બનશે..દરેક તાલુકો વિકસીને જીલ્લો બનશે..જીલ્લો રાજ્ય બનશે રાજ્ય દેશ અને દેશો ખંડ.. અને ખંડ વિકસીને એક વિશ્વ ગામડુ..

આ કલ્પના આજની તારીખે લગભગ અશક્ય જ લાગે છે ને?

પણ તકનીકી વિકાસે આજથી સોવર્ષ પહેલા જે અશક્ય લાગતી હતી તે શક્ય થઇ છે. તો તેજ રીતે આપણા વતન નાં વિકાસ દરને જોતા  આપણું વતન આ ભુરો ગ્રહ બને તે અશક્ય લાગતુ તો નથી જ… જોકે તે જોવા આપણા વડવાઓની જેમ કદાચ આપણે હયાત ના પણ હોઇએ

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.