રાઇઝ ઓફ અર્થ-સુમન અજ્મેરી

                       
Picture courtsey : NASA- USA

પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં ડો કમલેશ લુલ્લાએ નાસાનું અલૌકિક ચિત્ર ભેટ આપ્યુ ત્યારે તે ચિત્ર જોઇ ત્યાં હાજર રહેલ પ્રો. સુમન અજ્મેરીને સ્ફુરેલી અછંદાસ કૃતિ અત્રે રજુ થાય છે

સનરાઇઝ
એટલે કે સૂર્યોદયને
સૂર્યનાં ઉદયને
નાણ્યો અને માણ્યો હશે
અનેક્ધા જીવનમાં, આપે.
આયોજનબધ્ધ રીતે
વા અણધાર્યો અનેક વાર
વાદળ છાયા રંગોની
છટામાંથી રતુમડી ઝાંય ધરી
નીલ, ભૂરી ને પીતવરણી Continue Reading »

No Comments »

ગગનભેદ- પ્રદીપ બ્રહ્મભટ્ટ

                           ગગનભેદ

તાઃ૯/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
. ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++
. .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

No Comments »

પૃથ્વી વતન કહેવાય છે….દેવિકા રાહુલ ધ્રુવ

છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************

આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?

અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.

પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,

જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.

હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,

ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,

આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,

આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.                                 પૃથ્વી વતન કે’વાય છે…..

No Comments »

આભમાં અવનવુ -પ્રવિણા કડકિયા

આભમાં અવનવુ

સૂ્રજ સાત ઘોડે સવાર

ચંદ્રની નિતરતી ચાંદની

કદી વિચાર્યું આજ ક્યાંથી

પૃથ્વીના ઉદયની વાત

ધારીને જુઓ આ ચિત્રને

છતી કરે રાઝની વાત

ચંદ્ર પરથી નિરખ્યો ગોળો

જેને ભાળી આનંદ અનેરો

વિરાટ વિશ્વનું નોખું દર્શન

આભને આંગણે પ્રદર્શન

અવનવા નર્તને રિઝવ્યા

No Comments »

વિંગ્ઝ ઓફ ઓરબીટ

1 Comment »

નહીં કાયરનું કામ જોને- ડો. કમલેશ લુલ્લા

ગુજરાતની ૫૦મી વર્ષગાંઠ! સ્વર્ણીમ ઉજવણી નો બધા જ ગુજરાતીઓને હ્રદય પૂર્વક અભિનંદન! જય જય ગરવી ગુજરાત. મા ગુજરાતને સ્નેહ વંદન!

ગુજરાત  મારા રોમ રોમ માં વસે છે.અમેરિકા મારી કર્મભૂમિ છે. ભારત તો મારી માતૃભૂમિ છે અને ગુજરાત મારી જન્મભૂમિ છે. આ ભૂમિનો વાસ મારાં જીવનમાં વિવિધ રૂપોમાં દરરોજ જોવા મળશે. ગુજરાતે મને શું નથી આપ્યું? નાસામાં મારા કાર્ય મેજ  ઉપર ગુર્જર કવિ પ્રીતમની કવિતા ” હરિનો મારગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને” ફ્રેમ માં હોય છે. આ કવિ એ મને નાનપણમાં શીખવ્યું કે ” કાયર થવું નહીં!” આજ કવિ એ મને કહ્યું ” તીરે ઉભા તમાશો જોવો નહીં” અને આજ કવિ એ બતાવ્યું કે ” માહી પડ્યા તે મહાસુખ માણે.” આ ગુજરાતનો વારસો મારા જીવનમાં મેં ઉતારવાનો સતત પ્રયત્ન કર્યો  છે!

મારા કાર્યકારી જીવનમાં પ્રીતમની કવિતાની ઊંડી અસર છે. એક ભારતીયને પણ નાસામાં મુખ્ય વૈજ્ઞાનિક થવું કોઇ કાયરનું કામ નથી. આ માતૃભૂમિ ગુજરાતની ભેટ છે. ગુજરાતી મહામાનવ મોહનદાસ  ગાંધી એ માનવતાનાં પાઠ ભણાવ્યા. ગુજરાતનાં લોહ પૂરુષ સરદાર પટેલે એકતા અને સંગઠનની શિખામણ આપી. વિક્રમ સારાભાઈએ આંખોમાં અંતરિક્ષ યાત્રાનાં સ્વપ્ના આપ્યાં_ આ બધા મહાન ગુજરાતીઓની અસર મારા જીવનમાં છે.  ગુજરાતે મને ઘણું આપ્યું છે. ગુજરાત મારામાં જીવંત છે. એ દૂર નથી. તે મારામાં વસે છે.

નહીં કાયરનું કામ જોને

ગુજરાતની યુવા પેઢી માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે. ગુજરાતી યુવકમાં કંઇ કમી નથી! ગુજરાતી યુવક આજે ગુજરાતને વિશ્વમાં ચમકતો તારો બનાવી શકે છે_ તે  માટે વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તાકાત આપણે બતાવીયે છિયે. એ ગર્વની વાત છે પણ જ્ઞાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ આગળ આવવાની હાકલ છે. આજ કાલની વૈશ્વિક જ્ઞાન વસાહતમાં જ્ઞાન વિજ્ઞાન વિના આર્થિક પ્રગતિ ટકી શકે તેમ નથી. ગુજરાતી યુવક કેવળ ધંધા વ્યાપારમાં જ આગળ આવી શકે તે ચીલા ચાલુ માન્યતા નકામી છે. વૈશ્વિક ગુજરાતી વસાહતો એ સિધ્ધ કર્યું છે કે ગુજરાતી યુવાન ધારે તે મેળવી શકે છે.

ગુજરાતી યુવાન સર્વશક્તિમાન છે. તે કોઇ પણ પ્રકારના પડકારથી બીતો નથી. ગુજરાતને વૈશ્વિક જ્ઞાન અર્થ કરણમાં લાવવા માટે જે પણ પ્રયત્ન થઈ રહ્યાં છે તેમાં પણ ગુજરાતી યુવક એક મહત્વ પૂર્ણ ભાગ ભજવશે. આ ગુજરાતનાં વિકાસનું કામ પણ ” નહીં કાયરનું કામ જોને!” મને ગુજરાતી યુવાપેઢી પર સંપૂર્ણ ભરોંસો છે કે તેઓ તેમની જવાબદારી સક્ષમ રીતે બજાવશે.. 

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની :

“ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ થશે ! પણ આ ગુર્જર ભૂમિનો મહિમા તો ખૂબ જ પ્રાચીન છે.

 ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે ત્યારે તે ભારતને જ નહીં સમગ્ર વિશ્વને તે દિશામાં દોરશે..જેમ મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની વાતો વિશ્વ માટે માર્ગદર્શક બની હતી તેમજ જે ગુજરાતમાં પહેલા થશે અને વિશ્વ તે માર્ગે ચાલશે. મને જરાય શંકા નથી કે ગુજરાત ની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકું

તારો બની ગગનમાં તરતો રહીશ હું!

ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું!

No Comments »

My article in Divyabhaskar

You can download my article which got published in Divyabhaskar on 30 April in Kalash supplement

Dr. Kamlesh Lulla Article in Divyabhaskar

Comments Off on My article in Divyabhaskar

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.